રજૂઆત:લીંબડીના પાણશીણા ગામના 4 વોર્ડમાં પાણીની લાઈન નાની નખાતી હોવાની રાવ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીના પાણશીણા ગામના 4 વોર્ડમાં પાણીની નાની લાઈન નખાતી હોવાની રાવ ઊઠી છે. - Divya Bhaskar
લીંબડીના પાણશીણા ગામના 4 વોર્ડમાં પાણીની નાની લાઈન નખાતી હોવાની રાવ ઊઠી છે.
  • 4 હજાર લોકોને પૂરતા ફોર્સથી પાણી નહીં મળે તેવી સરપંચે ભીતિ વ્યક્ત કરી
  • 3ની લાઈન બદલીને 6 કે 8ની લાઈન નાખવા વાસ્મોના અધિકારીઓને રજૂઆત કરાઈ

લીંબડી તાલુકાના પાણશીણા ગામના 4 વોર્ડમાં વાસ્મો યોજના હેઠળ નાખવામાં આવતી પાણીની લાઈન વસ્તી અને વિસ્તારના આધારે નાની નખાતી હોવાની રાવ ઊઠી છે. નાની લાઈન નાખવામાં આવશે તો આ વિસ્તારોમાં વસતા ચારેક હજાર લોકોને પૂરતા ફોર્સથી પાણી નહીં મળવાની સરપંચે ભીતિ વ્યક્ત કરી છે.

લીંબડી તાલુકાના 8 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા પાણશીણા ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગામના અમુક વિસ્તારોમાં 6 અને 8ની પહોળી લાઈન નાખવામાં આવી રહી છે. પરંતુ પાણશીણા ગામના વોર્ડ નં-1, 2, 3 અને 6 મત વિસ્તારમાં 3ની લાઈન નાખવામાં આવી રહી હોવાની રાવ ઊઠી છે.

આ અંગે પાણશીણાના સરપંચ મેઘજીભાઈ રવોદરાએ જણાવ્યું હતું કે ગામના માળી-વાઘેલા-સિસોદીયા-પટેલ-દલવાડી-ઝાપડીયા-પઢિયાર ફળીઓમાં તથા મહાદેવ, કડિયા વિસ્તારમાં પાણી વિતરણ માટે 7 વાલ્વનો ઉપયોગ થાય છે. આ વિસ્તારમાં 4,000 જેટલા લોકો વસવાટ કરે છે. આ જ વિસ્તારમાં ફ્કત 3ની લાઈન નાખવામાં આવી રહી છે જે મારી સમજ બહાર છે.

આ વિસ્તારોમાં જૂની લાઈન 5ની હતી. તે ઘટાડીને 3ની કરી દેવામાં આવી છે. જો 3ની લાઈન નાખવામાં આવશે તો 4 હજાર લોકોને પૂરતા ફોર્સથી પાણી મળશે નહીં. 3ની લાઈન બદલીને 6 કે 8ની લાઈન નાખી આપવા અમે વાસ્મોના અધિકારીઓને રજૂઆત કરી છે. જો અમારી માગ પૂરી કરી મોટી લાઈન નાખવામાં નહીં આવે તો કામ બંધ કરાવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...