તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:લીંબડીના વોર્ડ નં-1થી 7માં બનતા રસ્તાનાં કામોમાં ભ્રષ્ટાચારની રાવ

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી નવયુગ સોસા.માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. - Divya Bhaskar
લીંબડી નવયુગ સોસા.માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે.
  • એન્જિનિયરને કોન્ટ્રાક્ટર સાથે મિલિભગત હોવાનો કોંગી સભ્યનો આક્ષેપ

લીંબડી શહેરના વોર્ડ નંબર.1થી 7માં બનતા રોડના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. પાલિકાનો એન્જિનિયર કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત કરી પોતાની જવાબદારીથી હાથ અધ્ધર કરી લેતા હોવાની રાવ સંભળાય રહી છે. પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના સભ્યે સુધરાઈ પ્રમુખને લેખિત ફરિયાદ કરી એન્જિનિયર અને રોડના કામમાં થતાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

લીંબડી નગરપાલિકામાં વોર્ડ નં-5માં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી ચૂકેલા નટુભા ઝાલાએ પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસને લેખિત ફરિયાદ જણાવ્યું હતું કે મોન્સૂન ગ્રાન્ટ-2019માંથી શહેરના વોર્ડ નં.1થી 7માં વરસાદથી નુકસાન પામેલા રોડ બનાવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કામોમાં ટેન્ડરની શરતોનું પાલન કરાતું નથી. એસ્ટિમેટમાં લેવામાં આવેલી વસ્તુઓમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. જે વસ્તુઓ રોડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન ન.પાલિકાના એન્જિનિયર ભાવેશ દ્વારા કરવામાં આવે છે.

એન્જિનિયર ભાવેશ કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત કરી કામ કરે છે. વોર્ડ નં-1થી 7માં રસ્તા RMC પ્લાન્ટથી કરવાના હોય છે. રસ્તાની ઊંચાઈ 6ને બદલે 4 ઈંચ કરાઈ રહી છે. લોખંડ પણ નિયમો મુજબ વપરાતું નથી. એન્જિનિયર ભાવેશ સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ એન્જિનિયરે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...