આક્ષેપ:લીંબડીના બળોલ ગામે મનરેગાનાં રાહત કામમાં ભ્રષ્ટાચારની રાવ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મજૂરોને વેતન નહીં મળ્યું હોવાની રાવ ઉઠી છે. - Divya Bhaskar
મજૂરોને વેતન નહીં મળ્યું હોવાની રાવ ઉઠી છે.
  • મજૂરોને વેતન નહીં મળ્યાની ફરિયાદ, મોટાં માથાંનાં ખાતાંમાં મજૂરી કર્યા વગર બારોબાર પૈસાનો વહીવટ થયાનો આક્ષેપ

લીંબડી તાલુકાના બળોલ ગામે મનરેગાનું રાહત કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. રાહતકાર્ય કરનારા મજૂરોને વેતન નહીં મળ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. મોટા માથાના ખાતામાં મજૂરી કર્યાં વગર બારોબાર પૈસાનો વહિવટ થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.કોરોનાના સમયમાં ગરીબ પરિવારોને જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી ન પડે લોકોને રોજગારી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા મનરેગા યોજના દ્વારા રાહત કામો શરૂ કરાયા હતા.

મનરેગા અંતર્ગત રાહતકાર્ય કરનાર બળોલ ગામના વિહાભાઈ ચતુરભાઈ અને સુરેશભાઈ દેવીપૂજકે જણાવ્યું હતું કે આજ દિન સુધી તેમના પરિવારજનોએ કરેલી મજૂરીનું વેતન મળ્યું નથી. બન્ને અરજદારોએ આક્ષેપ લગાવ્યો હતો કે મનરેગાનું કોઈપણ પ્રકારનું કામ નહીં કરનાર ગામના મોટા માથાના ખાતામાં બારોબાર પૈસાનો વહીવટ થઈ ગયો છે. મજૂરવર્ગને રાહત કાર્યનું મહેનતાણું ચૂકવવાની સાથે મજૂરી કામ કર્યાં વગર બારોબાર પૈસાનો વહિવટ કરનારા ભ્રષ્ટાચારીઓની તપાસ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...