તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મુસાફરો ન મળતાં રેલવેએ વધુ 10 ટ્રેનો રદ કરી

વઢવાણ,લીંબડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વઢવાણ, ચુડા, જોરાવરનગર અને લીંબડીના મુસાફરોને અગવડતા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી 10 જેટલી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર રેલ્વે વિભાગ દ્વારા તા.14 મેથી સુચના ન મળે ત્યાં સુધી ટ્રેનો બંધ કરાઇ છે.આથી સુરેન્દ્રનગર, વઢવાણ, ચુડા, લીંબડી, રાણપુર બોટાદ તરફ અપડાઉન કરતા હજારો મુસાફરોને મુશ્કેલી પડશે. ભાવનગર રેલ્વે મંડળ દ્વારા 10 જેટલી ટ્રેનો તા.14 મેથી રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભાગનગર , સુરેન્દ્રનગર પેસેન્જર પાંચ ટ્રેનો રદ કરાઇ છે. જ્યારે ભાવનગર-પાલીતાણા, રાજકોટ-પોરબંદર વગેરે ટ્રેનો પણ નવી સુચના ન મળે ત્યાં સુધી રદ કરી દેવામાં આવી છે. આથી સુરેન્દ્રનગર-ભાવનગર-રાજકોટ વગેરે સ્થળે જવા માંગતા મુસાફરોને હાડમારી ભોગવવી પડશે. જ્યારે સુરેન્દ્રનગર, વઢવાણ, ચુડા, લીંબડી, જોરાવરનગર, થાન વગેરે રેલ્વે સ્ટેશનો હવે ભેંકાર ભાસશે. આ ટ્રેનો રદ થતા સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના હજારો મુસાફરોને મુશ્કેલી પડશે.જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર પાંચ સ્પેશ્યલ પેસેન્જર ટ્રેનો રદ થતા વાહન વ્યવહાર કાપાશે. આ અંગે ભાવનગર રેલ્વે મંડળે જણાવ્યુ કે કોરોના મહામારીમાં મુસાફરો જ મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...