કાર્યવાહી:લીંબડીના ભથાણ ગામના મૃત યુવાન વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના ભથાણ ગામના વિજય ઉગરેજીયાનું તા.15 સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. મૃતકના પિતા દાનુ દેવીપૂજકે તેમનો પુત્ર દારૂના નશામાં ધૂત થઈ મંદિરે દર્શન કરવા ગયો ત્યારે તેનો પગ લપસી જતા ત્રિશૂળ પર પડ્યો. ત્રિશૂળ છાતીમાં ઘૂસી જતા પુત્રનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતકના શરીર પર ઈજાનો એક જ ઘા જોવા મળતા રહસ્ય ઘૂંટાયું છે. વિજયનું દુર્ઘટનાને કારણે મૃત્યુ થયું કે હત્યા? તે રહસ્ય અકબંધ રહ્યું તે અંગે દિવ્યભાસ્કરે આશંકા વ્યક્ત કરી હતી.

પાણશીણા PSI આર.જે.જાડેજાએ વિજયના મૃત્યુનું કારણ જાણવા મૃતકના ભાઈ પપ્પુની કડક હાથે યુક્તિ, પ્રયુક્તિથી પૂછપરછ કરી જેમાં પપ્પુ ભાંગી પડી કબૂલાત કરી હતી કે વિજય દારૂ પીને રોજ ઘરમાં તોફાન કરતો હતો. જેથી આવેશમાં આવીને મેં ભાઈની છાતીમાં છરી મારી દીધી હતી. મૃતકના પિતાએ એક દીકરો મરી ગયો અને બીજો દિકરો જેલમાં જાય એ ડરથી પોલીસને ખોટી માહિતી આપી હોવાની કબૂલાત કરી હતી. પાણશીણા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

બન્ને આરોપીએ જણાવ્યા પ્રમાણે વિજય દેવીપૂજકે દારૂ પીધો હતો કે કેમ? તે જાણવા માટે તેના લોહીના નમૂના રાજકોટ એફએસએલમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યો હતો જેમાં મૃત વિજયના શરીરમાં ઈથાઈલ આલ્કોહોલ 81.94 MG% W/V મળી આવ્યું હતું. પાણશીણા પોલીસે મૃત વિજય દાનુ દેવીપૂજક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...