તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાનો આક્ષેપ:‘છોકરાને મારવાની ધમકી છતાં પોલીસ કંઇ કરતી નથી’

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીંબડીના ગેડીમાં સગીરા પર દુષ્કર્મ કેસ
 • 2 પૂત્રવધુ અને 2 આરોપી સામે ફરિયાદ નોંધાવનારી સગીરાની માતાનો આક્ષેપ

લીંબડીના ગેડી ગામની દેરાણી અને જેઠાણીએ ગામના પ્રકાશ અને અજીત ગગજીભાઈ સાથે મળી સગીર વયની નણંદને ફોસલાવી બાઈક પર ભગાડી ગયા હતા. પાણશીણા પોલીસ મથકના વિસ્તારમાં અવાવરું જગ્યાએ સગીરા પર અજીતે બળાત્કાર ગુજાર્યો હતો.

સગીરાના માતાએ અજીત ગગજીભાઈ, પ્રકાશ અને બન્ને પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા છતાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાની સગીરાના કૌટુંબિક ભાભીએ આક્ષેપ કર્યો છે. જ્યારે સગીરાની માતાએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા તેમના પુત્રને મારી નાખવાની ધમકી મળી રહી છે. છતાં પોલીસ કોઈ કરી રહી નથી.

3 આરોપીની અટક કરી લીધી છે : PSI
આ અંગે પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજાએ જણાવ્યું હતું કે દુષ્કર્મની ફરિયાદ નોંધાયાને 10 કલાકમાં સગીરાનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ફરિયાદમાં દાખલ 4માંથી 3 દુષ્કર્મ કરનાર અજીત ગગજીભાઈ, મદદગારી કરનાર પ્રકાશ અને સગીરાની એક ભાભીની અટકાયત કરાઇ છે. ત્રણેય આરોપીને કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો