તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:લીંબડી સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ તથા હેલ્થ સંસાધનોનું લોકાર્પણ કરાયું

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 દર્દીઓને ઓક્સિજન મળી રહેશે, બાટલા ભરાવવા સુરેન્દ્રનગર સુધીના ધક્કા અને ખર્ચ બચશે

લીંબડી સરકારી હોસ્પિટલમાં સુરસાગર ડેરી દ્વારા આપેલા 18 લાખના ઓક્સિજન પ્લાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખરીદેલા 23 લાખના સંસાધનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગોતરા આયોજન રૂપે ઓક્સિજનની અછત ઊભી ન થાય તે માટે વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલમાં 18 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલના 25 દર્દીઓને ઓક્સિજન મળી રહેશે અને ઓક્સિજનની બોટલો ભરાવવા માટે સુરેન્દ્રનગરનો ધક્કા અને ખર્ચ બનશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી સિવિલમાં 25 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ગ્રાન્ટમાંથી ખરીદેલા મેડિકલ સંસાધનોનો પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, ઉદ્યોગપતિ બાબુભાઈ જિનવાળા, લીંબડી યુવા ક્ષત્રિય સમાજના પ્રમુખ બળદેવસિંહ રાણા, પા. પ્રમુખ બેલાબેન વ્યાસ, નાયબ મામલતદાર આર.એલ.ચૌહાણ, હેલ્થ ઓફિસર ડૉ.જૈમીન ઠાકર સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...