તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:લીંબડીના આનંદપાર્કમાં દુર્ગંધ મારતા પાણીના વિતરણથી રોષ

લીંબડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા હોવાનો સ્થાનિકોનો દાવો
  • મહિલાઓની પાલિકા કચેરીમાં હોબાળો કરવાની ચીમકી

લીંબડીની આનંદપાર્ક સોસાયટીમાં પાલિકાતંત્ર દ્વારા ગટરનું દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ રાવ કરી છે. આ દુર્ગંધ યુક્ત દૂષિત પાણી પીવાથી સોસાયટીમાં અનેક લોકોને ઝાડા-ઉલ્ટી થઈ હોવાની રહીશોએ ફરિયાદ કરવા સાથેશુદ્ધ પાણીનું વિતરણ કરવાની માંગ કરી હતી.

લીંબડીના આનંદ પાર્ક સોસાયટીના રહીશ ભાવનાબેન છેડાએ જણાવ્યું હતું અમારી સોસાયટીમાં 10 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ દુર્ગંધ યુક્ત પાણીનું વિતરણ કરાતાં ટાંકીમાં સ્ટોરેજ કરેલું પાણીમાં પણ ગંદી વાસ બેસી ગઈ છે. ગટરનું મિશ્રણ થયેલું ગંદું પાણી પીવાથી સોસાયટીમાં અનેક લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગઈ છે.

પાલિકા દ્વારા શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી હતી.જો શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો મહિલાઓએ પાલિકા કચેરીમાં હોબાળો કરવાની ચીમકી ઉચ્ચારી છે. લીંબડી શહેરમાં પાણી વિતરણની કામગીરી સંભાળતા કે.જી.ચાવડાએ જણાવ્યું હતું કે લક્ષ્મીસરથી નર્મદાની લાઈન દ્વારા લીંબડી પાણી આવે છે.

શિયાણી પાસે લાઈનમાં લીકેજ થતાં તા.4 ફેબ્રુઆરીથી પાણીની સપ્લાય બંધ હતી. લીકેજ થતા ગંદું પાણી આવી ગયું હોય શકે છે. શહેરના બીજા વિસ્તારોમાં ફરિયાદ આવી નથી. છતાં આનંદ પાર્ક સોસાયટીમાં અમે ટેન્કર દ્વારા પાણીની અલગથી વ્યવસ્થા કરી આપીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો