રજૂઆત:લીંબડી-ચુડામાંથી માત્ર 9420 મણ ખરીદાયા, કોંગી કાર્યકરોએ આવેદન આપી ન્યાયની માંગ કરી 

લીંબડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી અને ચુડા તાલુકામાં 10,380 હેક્ટરમાં ઘંઉનું વાવેતર થયું હતું. અંદાજે 15 લાખ મણ ઘંઉનું ઉત્પાદન થવાની શક્યતા છે. રાજય સરકારે 385 રૂ.ના ટેકાના ભાવે ઘંઉ ખરીદીની જાહેરાત કરી ધરતીપુત્રો પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું. લીંબડીના 325 જ્યારે ચુડામાંથી 525 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તા.14 મેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી લીંબડીના 21 ખેડૂતોના 5100 મણ જ્યારે ચુડા તાલુકાના 9 ખેડૂતો પાસેથી 4320 મણ ઘંઉ ખરીદી કરવામાં આવી ત્યાં તો સરકારે ફાળવેલા 3000 બારદાન ખૂટી ગયા છે. બારદાનના અભાવે 9 દિવસથી ખરીદી બંધ કરી દેવામાં આવી છે. 30 મે સુધી ઘંઉની ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી છે.આ અંગે લીંબડી મહાવીરસિંહ રાણાએ જણાવ્યું કે,  અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઅે બારદાનના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 2 દિવસમાં બારદાન મળી જશે અને ઘંઉની ખરીદી ચાલુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...