તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લીંબડી-ધંધુકા રોડ પર 250 કિલો ગૌવંશના માસ સાથે 2 ઝડપાયા

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ધમાન જીવદયા પ્રેમીઓએ 1.30 લાખનો મુદ્દામાલ પોલીસને સોંપ્યો

લીંબડી-ધંધુકા રોડ પરેથી વર્ધમાન જીવદયા પ્રેમીઓએ 250 કિલો ગૌવંશના માસના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી 1,30,000 રૂ.નો મુદ્દામાલ પોલીસને સોંપ્યો હતો.

વર્ધમાન જીવદયાના પ્રમુખ રઘુ ભરવાડ, વિજય ભરવાડ, વનાભાઈ, ભાવેશ ત્રિવેદી, ઘનશ્યામ પગી સહિતના લીંબડી-ધંધુકા રોડ ચચાણાથી લીંબડી તરફ આવી રહ્યા હતા.ત્યારે રિક્ષામાં ભરેલા 3 પોટલા ઉપર માખીઓ બણબણતી જોવા મળી હતી. વર્ધમાન જીવદયા પ્રેમીઓએ ગોપાલનગર પાસે ઓટો રિક્ષાને ઊભી રખાવી તપાસ કરતા તેમાંથી 250 કિલો ગૌવંશના માસનો જથ્થો મળી આવ્યો હતો. ધંધુકા જોગફળીમાં રહેતો હુસેન અબ્બાસ શેખ અને ખાનજીવાડામાં રહેતો રફીક અમીર પઠાણને માસના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

બંને શખ્સોએ કબૂલાત કરી હતી કે લીંબડી ખાટકી વાસમાં રહેતો ઈભુ અબ્દુલ ખાટકીને માસનો જથ્થો પહોંચાડવાનો હતો.હતો. વર્ધમાન સંસ્થએ 50,000 રૂ.નું ગૌવંશનું માસ અને રિક્ષા કિ. રૂ.80,000ની મળી કુલ 1,30,000રૂ.નો મુદ્દામાલ પોલીસને સોંપી 3 વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...