તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધિંગાણું:લીંબડીનાં જાખણ, ચોકી ગામના 2 જ્ઞાતિ વચ્ચે જૂની અદાવતે ધિંગાણું : 10ને ઈજા

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જાખણ, ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે ધિંગાણું. - Divya Bhaskar
જાખણ, ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે ધિંગાણું.

લીંબડી તાલુકાના જાખણ અને ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષોના 10 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

લીંબડી તાલુકાના જાખણ અને ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે જૂની વાતનું મનદુઃખ અને ફોન ઉપર અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બન્ને જ્ઞાતિના લોકો લાકડીઓ વડે એકબીજા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં જાખણ ગામના મહાવીરસિંહ ઝાલા, બિરેન્દ્રસિંહ ઝાલા અને મયુરસિંહ ઝાલાને ઈજા પહોંચી હતી. જયારે સામા પક્ષે નાગરભાઈ કાળુભાઈ, હંસાબેન નાગરભાઈ, વિનોદભાઈ કાળુભાઈ, રેખાબેન ભુપતભાઈ, ચંપાબેન કાળુભાઈ, પ્રભાબેન ધીરૂભાઈ અને રેખાબેન વિનોદભાઈને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...