તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લીંબડીમાં મૂળીના 2 સામે એટ્રોસિટી હેઠળ ગુનો

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડી વડે માર મારી, છરીનો છૂટ્ટો ઘા કરી જાતિ વિશે અપમાનિત કર્યો હતો

લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામના વ્યક્તિને જીટીપીએલ કંપનીના ઈન્ટરનેટ વાયર નાખવાનું કામ કરતા 2 શખસ સાથે પાણીની લાઈન તૂટી જવાની ભીતિને લઈ બોલાચાલી થઈ હતી. બન્ને શખ્સોએ ઘાઘરેટિયાના વ્યક્તિને માર મારી જાતિ વિશે અપમાનિત કર્યો હતો. જે અંગે ઘાઘરેટિયાના વ્યક્તિએ મૂળીના બન્ને શખસ વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામે જીટીપીએલ કંપની દ્વારા ભૂગર્ભ ઈન્ટરનેટના વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાઘરેટિયા ગામના તુલશી ટી. જાદવે ખોદકામને કારણે પાણીની પાઈપ લાઈનને નુકસાન થવાની ભીતિને લઈને જીટીપીએલ કંપનીની ઈન્ટરનેટનું કામ કરતા મૂળીના હરદેવસિંહ પરમાર અને જે.બી.જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. તુલશી જાદવે ભૂગર્ભ ઈન્ટરનેટના કામને કારણે પાણીની લાઈનને નુકસાન ન થવું જોઈએ તેવી લેખિતમાં બાંહેધરી માંગી હતી. ઈન્ટરનેટ લાઈનનું કામ કરતા બન્ને શખસે તુલશીને કારમાં બેસાડી અપશબ્દો કહી, લાકડી વડે માર મારી, તેના પર છરીનો છૂટ્ટો ઘા કરી જાતિ વિશે અપમાનિત કર્યો હતો. તુલશી જાદવે લીંબડી પોલીસ મથકે બન્ને શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...