તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જમીનની નવી માપણી સામે વાંધા અરજી 3 વર્ષથી ટલ્લે, જમીનની નવી માપણી સામે વાંધા અરજી 3 વર્ષથી ટલ્લે

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી તાલુકાના મોટીકઠેચી ગામે 3 વર્ષ પહેલા નવી સેટેલાઈટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી. માપણીમાં અરજદાર નગીનાબેન એ.સમાની જુની માપણી પ્રમાણે 1-09-27 જમીન હતી. પરંતુ નવી માપણીમાં તેમની જમીનનું ક્ષેત્રફળ ઘટીને 0-81-52 થઈ ગયું હતું. તેમની સાથે મોટીકઠેચી ગામના અનેક ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર થઈ ગયો હતો. નગીનાબેન સમાએ સુરેન્દ્રનગર સર્વે ભુવનમાં તા.5 ફેબ્રુઆરી-2018ના રોજ નવી માપણી સામે વાંધા અરજી કરી ફરી સર્વે કરાવવા રજૂઆત કરી હતી.

પરંતુ વાંધા અરજી કર્યાંને ત્રણેક વર્ષનો સમય વીતી જવા છતાં સર્વે ભુવન અનેકવાર ધક્કા ખાવા છતાં વાંધા અરજીનો કોઈ નિકાલ નહીં થતાં ખેડૂતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે અરજદારના ભત્રીજા ખલીલભાઈ સમાએ જણાવ્યું હતું કે ક્ષેત્રફળમાં ફેરફાર કરવા માટે ત્રણેક વર્ષ પહેલા અરજી કરી પરંતુ સર્વે ભુવનના અધિકારી પોતાના મળતિયાનું સાંભળી વગ ધરાવતા લોકોની અરજી વચ્ચેથી લઈ માપણી કરાવી આપે છે. કલેક્ટર અન્નદાતાની હાલતનો વિચાર કરી સર્વે ભુવનમાં ચાલતી લીલાની તપાસ કરાવી જૂના અરજદાર ખેડૂતોની જમીન માપણી કરાવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો