જમીન હડપી લીધી હોવાની રાવ:લક્ષ્મીસરની સરકારી જમીનમાં દબાણકર્તા, ટાવર કંપનીને નોટિસ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામના સરપંચ ઝોહરાબેન બાબરીયા સત્તાનો દુરૂપયોગ કરી તેમના સાસુ હુસેનાબેન બાબરીયાના નામે ખોટા પુરાવા ઊભા કરી સરકારી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. સરપંચના સાસુએ તેમના પતિ સલમાન બાબરીયા અને ભરત પરમારને અડધી-અડધી જમીન વહેંચી દીધી હતી. સરપંચના સસરા સલમાન બાબરીયાએ જમીન પર જિઓ કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરાવી આર્થિક લાભ લેવાનું શરૂ કર્યું હતું.

લક્ષ્મીસર ગામના જાગૃત નાગરિક હુસેન બાબરીયાએ લીંબડી મામલતદાર, ના.કલેક્ટરથી લઈ કલેક્ટર સુધી ફરિયાદ કરી છતાં કોઈ અધિકારીઓએ તપાસ પણ નહીં કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સરકારી જમીનનો દસ્તાવેજ કરી કબજો કરનાર સલમાન બાબરીયા અને મોબાઈલ ટાવર કંપનીને નોટિસ ફટકારી તા.21 સપ્ટેમ્બરે હાજર રહેવા ફરમાન કર્યું છે. મામલતદાર આર.એલ.ચૌહાણે જણાવ્યું હતું કે દબાણકર્તા સામે કેસ ચાલુ કરાયો છે. નોટિસ ફટકારી પૂછવામાં આવ્યું કે કરાર કેવી રીતે કર્યો? કોના દ્વારા કરાયો? જો દબાણ સાબિત થશે તો ટાવર હટાવાશે. ટાવરનું ભાડું લેનાર પાસેથી રકમ વસુલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...