તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:સુરેન્દ્રનગરના 400થી વધુ VCE પગાર સહિતના પ્રશ્ને CMને 2700 કવર લખશે, કમ્પ્યુટર ઓપરેટરોને કમિશન નહીં પગાર આપો

લીંબડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા કમીશન પ્રથા, પગાર, સરકારી કર્મીને મળતા લાભ, વર્ગ-3માં સમાવેશ સહિતના પ્રશ્નોને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતના 400થી વધુ વીસીઈ મુખ્યમંત્રી, ગૃહમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિતને 2700 પોસ્ટ કવર લખી રજૂઆત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના વીસીઈની બેઠક યોજાઈ હતી. ડિજિટલ ગુજરાતને સાકાર કરતી ઈ-ગ્રામ કે વિશ્વ-ગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસીઈ 14 વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. સરકારી પોલીસી મુજબ વીસીઈને પગાર અપાતો નથી. વીસીઈને કમીશન ઉપર જ કામ કરવાનું હોય છે. હાલની મોંઘવારીને ધ્યાને રાખી વીસીઈને કમીશન પર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 518 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં 400 જેટલા વીસીઈ ફરજ બજાવી રહ્યા છે. 400થી વધુ વીસીઈ પીપીઈ મોડલ રદ્દ કરી કમીશન પ્રથા બંધ કરી પગાર કરવો, સરકારી કર્મીઓને મળતા તમામ લાખ આપવા, વર્ગ-3માં સમાવેશ કરી વીસીઈ કાયમી કરવાની માંગ સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્ય પ્રધાન, મુખ્ય સચિવ, પંચાયત મંત્રી, ઈજીવીજીએસ ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીને દરેક વીસીઈ 6 પોસ્ટ કવર લખી રજૂઆત કરશે.

આ અંગે લીંબડી વીસીઈ પ્રમુખ હનીફભાઈ હબીયાણી અને ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના 400થી વધુ VCE 2700 પોસ્ટ કવર લખી રજૂઆત કરશે. 14 વર્ષથી પગાર વગર કમીશન પર કામ કરી રહ્યા છીએ. કમીશન ઉપર ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. વીસીઈ આર્થિક રીતે ભાંગી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...