આયોજન:ચુડા સુન્ની મુસ્લિમ સમાજની પ્રથમ સમૂહ શાદીમાં 7 યુગલના નિકાહ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મંત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

ચુડા ખાતે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે ચુડા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી હાજર રહ્યા હતા.મંત્રીએ દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપી સુન્ની મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર 5 તેજસ્વી તરલાઓનું સન્માન કર્યું હતું.

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને આ પ્રસંગે જણાવ્યું હતું કે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સમાજનું ગૌરવ વધારતા તેજસ્વી તરલાઓનું સન્માન કરવાથી ઉપસ્થિત અનેક લોકો તેમનાથી પ્રેરણા મળશે, તેઓ પણ આવનાર સમયમાં સમાજનું નામ રોશન કરશે. સમાજ એક બનીને રહે તે માટે સમુહ લગ્નનું આયોજન થવું ખુબ જરૂરી છે.

આવનાર સમયમાં વધુ સમાજ સમુહ લગ્નમાં જોડાય તે માટે આહ્વાન કર્યું હતું. મંત્રીએ સમૂહ લગ્નમાં લગ્નના તાંતણે બંધાયેલ 7 નવ દંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપી રૂ.51,000 ફાળો લખાવ્યો હતો. ચુડા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ભીખુભા ઝાલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તનકસિંહ રાણા, લાખુભા જાદવ, સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રૂસ્તમભાઈ ઠાસરીયા, ઉપપ્રમુખ મિર્ઝા, રાજુભાઈ જમાદાર, રમજાનભાઈ ઠાસરીયા,અબ્બાસભાઈ જરગેલા, સુલ્તાનભાઈ જરગેલા, રજાકભાઈ જરગેલા સહિત 5 જમાતના ધર્મગુરૂ આગેવાન તેમજ સુન્ની મુસ્લિમ સમાજના લોકો હાજર રહી પ્રથમ વખત યોજાયેલા સમુહ લગ્ન સમારોહને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...