માંગણી:લીંબડી ST કર્મીઓએ પડતર પ્રશ્નોને મુદ્દે હકારાત્મક પરિણામ ન આવતાં આંદોલન કરવા મંજૂરી માંગી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી STના ત્રણેય સંગઠનોના હોદ્દેદારોએ PSI પાસે આંદોલન કરવા મંજૂરી માંગી હતી.  - Divya Bhaskar
લીંબડી STના ત્રણેય સંગઠનોના હોદ્દેદારોએ PSI પાસે આંદોલન કરવા મંજૂરી માંગી હતી. 

ગુ.રા.મા.વા.વ્યવહાર નિગમના કર્મીઓ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા એસટી કર્મીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી જવા પામી હતી. ST નિગમના ત્રણેય સંગઠનોએ તા.26 ઓગસ્ટે બેઠક કરી પડતર પ્રશ્નો અંગે નિગમના MD, CM, સહિત એસટીના અધિકારીઓને આવેદન આપી 15 દિવસમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

15 દિવસનો સમય વીતી જવા છતાં હકારાત્મક પરિણામ નહીં આવતા એસટી કર્મીઓ સાથે ત્રણેય સંગઠનોને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. લીંબડી મજૂર મહાજન, કર્મચારી મંડળ અને મઝદૂર સંઘના હોદ્દેદારોએ PSIને એસટીના પડતર પ્રશ્નો માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા દેવાની મંજૂરી માંગી હતી.

આંદોલન કાર્યક્રમની રૂપરેખા
તા.16થી 18 સપ્ટેમ્બર સુધી ST કર્મી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા.20એ કલેક્ટરને આવેદન આપશે. તા.21 અને 22 સપ્ટેમ્બરે કર્મીઓ રિશેષ સમયે સૂત્રોચ્ચાર કરશે. તા.23 સપ્ટેમ્બરે કર્મીઓ માસ CL પર ઉતરશે. છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવે તો અચોક્કસ મુદત સીએલ પર રહેશે.

અન્ય સમાચારો પણ છે...