તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય જ્ઞાન સ્પર્ધા:લીંબડી સેંટ થોમસ સ્કૂલની વિદ્યાર્થિની સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

લીંબડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર-કચ્છના 14 સેન્ટર માંથી 1,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

રાજકોટ ડાયોસીસ દ્વારા સામાજિક ક્ષેત્રે કાર્યરત ‘નવજીવન ટ્રસ્ટ’દ્વારા નવેમ્બર માસમાં સામાન્ય જ્ઞાન સ્પર્ધાજીકે ઓલમ્પિયાડનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 14 જેટલા સેન્ટરોમાંથી 1000 કરતા વધુ છાત્રોએ ઓનલાઈન ભાગ લીધો હતો. જેમાં લીંબડી સેંટ થોમસ સ્કૂલની અંગ્રેજી માધ્યમમાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિન્સી રોબિનભાઈ મેકવાન પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ધોરણ-8માં અભ્યાસ કરતી નિર્જલા દાનાભાઈ પરમારે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી સેંટ થોમસ સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ સ્થાને આવનારને પ્રિન્સિપાલ ફાધર સિજો દ્વારા ટેબ્લેટ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તૃતિય સ્થાને આવનારને ચચાણા યુનિટના ફાધર અજિશ દ્વારા કેસરોલ તથા પ્રમાણપત્ર આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ચચાણાથી સિસ્ટર ટ્રીસા, સિસ્ટર મરિયા તથા લીંબડીના સિસ્ટર દીપા, ઈન્ચાર્જ શિક્ષક ભીખુભાઈ સોલંકી તથા બંને વિદ્યાર્થીનીઓના વાલીઓએ હાજર રહીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે સેન્ટ થોમસ સ્કૂલ શાળા પરિવારે બન્ને વિદ્યાર્થીનીઓને અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો