તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:લીંબડીના બોડિયામાં લો વોલ્ટેજથી મળતી વીજળીનો પ્રશ્ન ઉકેલવા રજૂઆત

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડિયાના ગ્રામજનોએ લો-વોલ્ટેઝની સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી. - Divya Bhaskar
બોડિયાના ગ્રામજનોએ લો-વોલ્ટેઝની સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.
  • વારંવાર વીજળી ગુલ થવાથી ઉપકરણોને નુકસાન થાય છે: ગ્રામજનો

લીંબડી તાલુકાના બોડિયાના ગ્રામજનો છેલ્લાં ઘણાં સમયથી વીજ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. દિવસમાં 10થી 15 વખત વીજળી ગુલ થઈ જાય છે. જેના કારણે 3થી 4 કલાક ગ્રામજનોને વીજળી વિના રહેવું પડે છે. લો-વોલ્ટેઝ કારણે વીજ ઉપકરણોને ભારે નુકશાન પહોંચે છે.

બોડિયા ગામે વસ્તડીના વીજ ફીડરથી વીજળી પૂરી પાડવામાં આવે છે. વસ્તડી ફિડરમાંથી વડોદ, ઉઘલ, બોડીયા, રાસકા, સૌકા સહિત 10 ગામો, હાઈવેની હોટેલો સહિતના વ્યવસાયનો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. વસ્તડી ફીડર નીચે આવતાં હાઈવે કે કોઈપણ ગામમાં વીજ ક્ષતિ સર્જાય એટલે બોડિયાની વીજળી કાપી નાંખવામાં આવે છે.

અવાર-નવાર વીજ કાપ અને લો-વોલ્ટેઝથી ગ્રામજનો પરેશાન બની ગયા છે. બોડિયાના ગ્રામજનો લીંબડી પીજીવીસીએલની ગ્રામ્ય કચેરીએ દોડી આવી ડે.ઈજનેર એચ.એમ.સૂતરિયાને મૌખિક રજૂઆત કરી જણાવ્યું હતું કે બોડિયા ગામે જે બીજું ટીસી છે તેમાંથી અડધા ગામને વીજ કનેક્શન આપવામાં આવે તો બોડિયા ગામનો વીજ પ્રશ્ન હલ થઈ શકે છે.

11 જૂને સૌકાના ગ્રામજનો પણ વારંવાર ખોરવાતી વીજળી અને લો-વોલ્ટેઝનો પ્રશ્ન લઈને લીંબડી ડિવિઝન કચેરીએ દોડી આવ્યા હતા. લીંબડી હાઈવે પર HFM હોટેલથી નંદનવન હોટેલ સુધી વીજ પોલ ઊભા કરી સૌકા ગામની વીજ લાઈનને તેમાં જોડી દેવા અને સૌકા ગામમાં બીજું TC આપવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...