તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરૂઆત:લીંબડી નેશનલ હાઈવે સર્કલ પાસે ધ ગ્રાંડ મુરલીધર હોટલનો શુભારંભ, મુસાફરી કરતા સ્વાદના શોખીનોમાં ઉત્ત્સાહ

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી નેશનલ હાઈવે સર્કલ પાસે પ્રખ્યાત ધ ગ્રાંડ મુરલીધર હોટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ-જામનગર હાઈવે ઉપર વર્ષ-1996થી સ્વાદ પીરસી રહેલી, સ્ટાફની સર્વીસ અને ઉત્કૃષ્ઠ વાતાવરણને કારણે લોકોના હ્રદયમાં સ્થાન અંકિત કરી ચૂકેલી ધ ગ્રાંડ મુરલીધર હોટલ દ્વારા સૌરાષ્ટ્ર-અમદાવાદ અને સૌરાષ્ટ્ર-મુંબઈ વચ્ચે મુસાફરી કરતા સ્વાદના શોખીનો માટે લીંબડી પાસે એ જ આહ્લાદક વાતાવરણ, પરિચિત સ્ટાફ, એવો જ કાઠિયાવાડી સ્વાદ પિરસતી હોટલ શરૂ થતા સ્વાદ પ્રિય જનતામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. એભલભાઈ, ધર્મેશભાઈ, વિક્રમભાઈ, ભાર્ગવભાઈ સહિતના હસ્તે દ્વારા ધ ગ્રાંડ મુરલીધર હોટલનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું. હોટલ અંગે ટીજીએમ ગ્રુપના મેનેજર સુરેન્દ્ર દત્તે જણાવ્યું હતું કે ધ ગ્રાંડ મુરલીધર હોટલમાં ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન ભોજન ઉપરાંત ફાસ્ટફૂડ તેમજ ચા-નાસ્તાની બેસ્ટ ક્વોલિટીમાં વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...