સુવિધા:લીંબડી સિવિલમાં 1000 લીટરના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

લીંબડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ. - Divya Bhaskar
લીંબડી સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ.
  • 100 દર્દીને ઓક્સિજન મળશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઊભી ન થાય તે માટે સૂરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ દ્વારા તા.7 જુલાઈના રોજ 250 લીટર ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો હતો. કોરોનાની ત્રીજી લહેરની આશંકા અને લીંબડીની સરકારી હોસ્પિટલની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 1 હજાર લીટર ઓક્સિજન પ્લાન્ટનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું.

જીલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઈ મકવાણા, કલેકટર, લીંબડી નગર પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ઉપપ્રમુખ ગીતાબેન મકવાણા, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર આર.એલ.ચૌહાણ, લીંબડી સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, સ્ટાફ સહિતની હાજરીમાં 1,000 લીટરના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...