તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:માત્ર 4-5 વેપારીની હાજરી, જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે

લીંબડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારી કર્મીઓ, વેપારીઓ વચ્ચે બેઠક. - Divya Bhaskar
સરકારી કર્મીઓ, વેપારીઓ વચ્ચે બેઠક.
  • લીંબડી પ્રાંત કચેરીમાં દુકાનો ખુલ્લી રાખવા અંગે બેઠક

લીંબડી તાલુકા સેવા સદન ખાતે દુકાનો ખુલ્લી રાખવા અંગેના જાહેરનામાંને લઈ બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ જેમનાં માટે બેઠકનું આયોજન કરાયું હતું. તે વેપારીઓની પાંખી હાજરી જોવા મળી. બેઠકમાં વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. લીંબડીના ડેપ્યૂટરી કલેક્ટર એચ.એમ. સોલંકીએ જણાવ્યું કે, જો કોઈ દુકાનદાર જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંની સમજણ અને પાલન નહીં કરનારા સામે શું પગલાં લેવાશે તેની માહિતી આપવા લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને વેપારીઓની બેઠક બોલોવાઈ હતી. 4-5 વેપારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય, પોલીસ, મામલતદાર સહિતના વિવિધ વિભાગોના અધિકારી, કર્મીઓ અને ભાજપના કાર્યકરો વધુ હાજર રહ્યા હતા.

પોલીસ આ બાબતે તપાસ કરશે
જાહેરનામાં આવતાં તમામ વેપારીઓએ કોવિડ નેગેટિવ કે કોરોનાની રસી લીધેલું સર્ટિ. ફરજિયાત રાખવું પડશે. પોલીસ અને ન.પાલિકાના કર્મીઓ આ બાબતે તપાસ કરશે. કોઈ દુકાનદાર જાહેરનામાંનો ભંગ કરતા ઝડપાશે તો તેના વિરુદ્ધ IPC કલમ 188 અને ગુ.પો. એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી કરાશે. > એચ.એમ.સોલંકી, ડેપ્યુટી કલેક્ટર. લીંબડી

અન્ય સમાચારો પણ છે...