તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:લીંબડીના રાણાગઢમાં 16 શિક્ષકોએ 306 વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપ્યું

લીંબડી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
લીંબડી રાણાગઢના શિક્ષકોએ ફળી શિક્ષણ આપવાનો પ્રયોગ શરૂ કર્યો. - Divya Bhaskar
લીંબડી રાણાગઢના શિક્ષકોએ ફળી શિક્ષણ આપવાનો પ્રયોગ શરૂ કર્યો.
 • અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના બાળકોની પીડા સમજી
 • 4 શિક્ષકોએ ડોર-ટુ-ડોર જઈ ધો.1-2ના છાત્રો સુધી જ્ઞાન પહોંચાડયું

કોરોના કાળની સૌથી મોટી અને માઠી અસર શિક્ષણ પર પડી છે. સરકારી અને ખાનગી શાળાઓએ ઓનલાઈન ક્લાસ, વિડીયો ક્લીપ બનાવી છાત્રોને અભ્યાસ સાથે જોડી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વિદ્યાર્થી અભ્યાસમાં કેટલા પાછળ રહી ગયા છે તે તો આવનારો સમય જ બતાવશે. ઓનલાઈન અપાયેલું ભણતર કારગર સિદ્ધ થયું નથી તેવું મોટાભાગના વાલીઓનું માનવું છે. લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના અંતરિયાળ રાણાગઢ ગામની પ્રાથમિક શાળા નંબર-1માં ધો.1-2માં 200 અને ધો.3થી 8માં 510 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

કોરોના મહામારીના ભયે શાળાઓ બંધ કરી મોબાઈલ ફોન પર ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અનેક અંતરિયાળ ગામોમાં ઓનલાઈન શિક્ષણને જોઈએ તેટલી સફળતા મળી શકી નહીં. રાણાગઢમાં ખેતી, માછીમારી, છૂટક મજૂરી પર જીવનનું ગાડુ ચલાવતા અનેક લોકો પાસે તો સ્માર્ટફોન નહીંવત્ પ્રમાણમાં જોવા મળે છે. ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ નહીં મળતું હોવાની વાલીઓની પીડા સમજી રાણાગઢ પ્રા.શાળા નં-1ના આચાર્ય ભરતભાઈ ડી.ધરજીયાના માર્ગદર્શન હેઠળ 20 શિક્ષકોએ ફળી શિક્ષણ આપવાનું નક્કી કર્યું.

શિક્ષણ આપવા માટે ગામના 6 સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા. પ્રા.શાળાના 4 શિક્ષકોએ ધો.1-2ના 200 વિદ્યાર્થીઓને હોમ-ટુ-હોમ જ્યારે 16 શિક્ષકોએ 510 છાત્રોમાંથી 60% એટલે કે 306 છાત્રોને ફળી શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. આ અંગે પ્રા.શાળાના આચાર્ય ભરતભાઈ ધરજીયાએ જણાવ્યું હતું કે દોઢેક માસ પહેલા અમે ફળી શિક્ષણનો પ્રયોગ શરૂ કર્યો હતો. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પરંતુ હવે બધું બરોબર ગોઠવાઈ ગયું છે. બાળકો ફરી એકવાર અભ્યાસમાં રૂચિ દેખાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો