આપઘાત:પરાલી ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું

લીંબડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસરાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી
  • દહેજની​​​​​​​ માગણી કરનારો પતિ શંકા રાખીને પત્નીને મ્હેણાંટોણાં મારી ત્રાસ આપતો હતો

લીંબડી તાલુકાના પરાલી ગામે પતિના શારીરિક અને માનસિક ત્રાસ, શંકા-કુશંકા અને દહેજ બાબતે મેણાં ટોણાં સહન નહીં થતાં પત્નીએ દેહ સળગાવી જીવન ટૂંકાવી લીધું હતું. પિતાએ જમાઈ વિરૂદ્ધ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ નારોલ, શાહવાડી વિસ્તારમાં રહેતા જશમતભાઈ રસીકભાઈ ખોડાણીની પુત્રી સુમિત્રાબેનના લગ્ન દસેક માસ પહેલા લીંબડી તાલુકાના પરાલી ગામે રહેતા કેતન ગટોરભાઈ કાણોતરા સાથે થયા હતા.

16 ઓક્ટોબરે કેતને સસરા જશમતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે તમારી પુત્રી સુમિત્રા દાઝી ગઈ છે. સુમિત્રાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાય તે પહેલા મૃત્યુ પામ્યા હતા. પિતાએ પુત્રીને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. 17 ઓક્ટોબરે સુમિત્રાબેનને પીએમ માટે ફોરેન્સિક લેબ રાજકોટ ખસેડાયા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે મતદાન કરવા જશમતભાઈ તેમના પત્ની રશીલાબેન સાથે પરાલી આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તેમની મૃત પુત્રી સુમિત્રાને તેનો પતિ કેતન કાણોતરા અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમના ઉપર શંકા-કુશંકા રાખી દહેજ માટે મેણાં ટોણાં મારતો હતો. પતિનો ત્રાસ અસહ્ય બની જતાં સુમિત્રાએ સળગી જઈ જીવન ટૂંકાવી લીધું હતું. પિતાએ જમાઈ કેતન કાણોતરા વિરૂદ્ધ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...