સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડી આયોજિત રામકથામાં ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારના ઉપક્રમે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રફુલ્લ પંડ્યા રચિત ‘લયનાં ઝાંઝર વાગે’ પુસ્તકનું વિમોચન કરાયું હતું.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષામાં આવા પ્રકારના સાહિત્યનું અવતરણ થતું રહે છે. આજના કવિઓની રચનાઓ થકી ગુજરાતી સાહિત્ય સોળે કળાએ ખીલ્યું છે. પ્રફુલભાઈ પંડ્યાના સાહિત્ય સર્જનને બિરદાવતા જણાવ્યું હતું કે, સાહિત્ય સર્જનમાં પ્રફુલભાઈ પંડ્યાનું અનેરું પ્રદાન છે.
દરેક ગામમાં કથાઓ, કવિતાઓ અને રચનાઓ પડી હોય છે, આ રચનાઓને આવા કવિઓ બહાર લાવે છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, આઇ.કે.જાડેજા, ધનજીભાઈ પટેલ, મહંત લાલદાસબાપુ, શંભુપ્રસાદ ટુંડિયા, ગૌતમભાઈ ગેડિયા, જગદીશભાઈ મકવાણા, રણજીતસિંહ ઝાલા, શંકરભાઈ વેગડ, વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, યોગેશભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.