તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:બાળકોને ધો.1થી10 નિ:શુલ્ક શિક્ષણ, નુકસાન વેઠનાર વેપારીના બાળકને રાહત

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યાલયે શિક્ષણ બાબતે અનોખી પહેલ શરૂ કરી હતી. - Divya Bhaskar
લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યાલયે શિક્ષણ બાબતે અનોખી પહેલ શરૂ કરી હતી.
  • લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યા સંકુલે કોરોનામાં મૃત્યુ પામેલા દંપતીના

લીંબડીની શ્રી સરસ્વતી વિદ્યા સંકૂલ કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 નિ:શુલ્ક શિક્ષણ આપવાનો સેવાભાવી નિર્ણય કર્યો છે. કોવિડ-19ના કારણે ધંધામાં આર્થિક નુકસાની વેઠનાર વેપારીઓના બાળકોને પણ ફીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. શ્રી સરસ્વતી વિદ્યા સંકુલના બકુલભાઈ ખાખી સહિત તમામ ટ્રસ્ટીગણોએ વૈશ્વિક કોરોના મહામારીમાં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેવા બાળકોનું શિક્ષણ કાર્ય અટકાય નહીં તે માટે સેવાભાવી નિર્ણય લીધો છે.

કોરોનાને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ધો.1થી 10 સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વાલીઓએ શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા શિક્ષણ બાબતે કરાયેલ અનોખી પહેલને બિરદાવી રહ્યા છે. આ અંગે શ્રી સરસ્વતી વિદ્યા સંકુલના ટ્રસ્ટી બકુલભાઈ ખાખીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ધંધામાં આર્થિક નુકશાની વેઠનાર વેપારીના બાળકોને પણ અમારી સ્કૂલ દ્વારા ફીમાં રાહત આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...