તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:અંકેવાળીયાનો પ્લોટ 2 વ્યક્તિને વેચી 15 લાખની છેતરપીંડી

લીંબડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર કોર્ટમાં બેલીફ તરીકે અને હાલ અમદાવાદ જુની હાઇકોર્ટમાં ફરજ અદા કરતા વ્યક્તિ સામે ફરિયાદ

જોરાવરનગર શિવમ પાર્કમાં રહેતા કેયુરભાઈ દિલીપભાઈ જોષીએ 2થી 3 વર્ષ પહેલા સુરેન્દ્રનગર કોર્ટમાં બેલીફ તરીકે અને હાલ અમદાવાદ જુની હાઇકોર્ટમાં ફરજ અદા કરતા કમલેશ રજનીકાંત ત્રિવેદીને રૂ.10 લાખ ધંધો કરવા હાથ ઉછીના આપ્યા હતા. કમલેશ ત્રિવેદી નોકરી સાથે બાંધકામ, જમીન લે-વેચનો સાઈડ બિઝનેસ કરતો હતો.

કેયુરભાઈ જોષીએ કમલેશ ત્રિવેદી પાસે રૂ.10 લાખ પાછા માંગ્યા એટલે કમલેશે તેમને તા.25 એપ્રિલ 2017ના ચેક આપ્યા હતા. કેયુરભાઈએ બેંકમાં ચેક જમા કરાવ્યા પરંતુ એક્સીડેન્ટ એરેન્જમેન્ટના શેરા સાથે ચેક પરત ફર્યાં હતા. તેમણે કમલેશ ત્રિવેદી વિરુદ્ધ ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવી હતી. કમલેશે સરકારી નોકરી ખતરામાં હોવાથી કેયુરને કેસ પાછાં ખેંચવા આજીજી કરી હતી. 10 લાખની બદલે પ્લોટ આપવાનું કહીં મનાવી લીધા હતા. કેયુરભાઈએ ચેક બાઉન્સનો કેસમાં કોર્ટમાં સમાધાન કરી લીધું હતું. કમલેશે હળવદના જમીન લે-વેચના દલાલી કરતો હળવદના કાનજી દલાલનો કેયુરભાઈ સાથે સંપર્ક કરાવ્યો. વઢવાણ રહેતા નિરૂ ભીમજીભાઈ ખવાસ અને રમા ભીમજીભાઈ ખવાસના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામે 5 પ્લોટ છે. તે પાંચેય પ્લોટ 15 લાખમાં આપવાની વાત કરી કેયુરભાઈને વિશ્વાસમાં લીધા. કેયુરભાઈએ તેમના સબંધી જનકબા ભરતસિંહ વાઘેલાને પ્લોટ અંગે વાત કરી 5 લાખનું રોકાણ કરવા માટે તૈયાર કર્યાં. લીંબડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં તા.5 નવેમ્બર 2018ના રોજ નિરૂ ખવાસ અને રમા ખવાસે પાંચેય પ્લોટના દસ્તાવેજો કરી જનકબા પાસે રૂ.5 લાખ લઈ લીધા હતા. જનકબા વાઘેલા દસ્તાવેજવાળી જગ્યા રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે ગયા ત્યારે તેમને ખબર પડી કે આ પાંચેય પ્લોટ પહેલાથી જ અન્ય વ્યક્તિઓના નામે છે. ખોટા દસ્તાવેજો કરી કેયુરભાઈ જોષી અને જનકબા વાઘેલા સાથે 15 લાખનું ફોર્ડ કરનાર કમલેશ ત્રિવેદી, કાનજી દલાલ, નિરૂ ખવાસ અને રમા ખવાસ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...