તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:લીંબડી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું જૈફ વયે નિધન

લીંબડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી પરિવારની 3 પેઢી સાથે કામ કર્યું હતું, 90 વર્ષની ઉંમરે સાઈકલ ચલાવી તમામ કામ જાતે જ કરતા હતા

લીંબડી કોંગ્રેસના પીઢ રાજકીય આગેવાન તથા પૂર્વ ધારાસભ્ય હરીભાઈ ડોરિયાનું 94 વર્ષની જૈફ વયે તા.2-6-21ના નિધન થતાં લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધી પરિવારની 3 પેઢી સાથે કામ કરનાર પૂર્વ ધારાસભ્યના નિધન થતાં કોંગ્રેસી કાર્યકરો શોકમાં ગરકાવ થઈ ગયા છે. હરીભાઈ રત્નાભાઈ ડોરિયાનો જન્મ તા.21 ડિસેમ્બર 1927માં લીંબડી ખાતે થયો હતો. લીંબડી ઉંટડીના પુલ આવેલા નાનાવાસ વિસ્તારમાં તેમનું બાળપણ, યુવાની અને વ્યસ્તથ જીવન વીત્યું હતું. 41 વર્ષની ઉંમરે હરીભાઈ ડોરિયા લીંબડી વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા.

વર્ષ-1981માં તેઓ એસટી બોર્ડના ચેરમેન બન્યા હતા. છેલ્લાં 30 વર્ષોથી સળંગ લીંબડી સેવા સહકારી મંડળીના પ્રમુખપદે બિરાજમાન રહ્યા છે. હરીભાઈ ડોરિયાની શારીરિક તંદુરસ્તી એટલી સારી હતી કે 90 વર્ષની ઉંમરે પણ તેઓ સાઈકલ ચલાવી તમામ કામ જાતે જ કરતાં હતા. કોંગ્રેસના પીઢ અનુભવી હરીભાઈ ડોરિયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ઈન્દિરા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કામ કરી ચૂક્યા હતા. લીંબડીના પૂર્વ ધારાસભ્ય હરીભાઈ ડોરિયાના નિધનથી તેમના પરિવાર સાથે લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...