આગ:પાણશીણા સ્વામિનારાયણ મંદિરમાં શોક સર્કિટથી આગ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણશીણા સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગી. - Divya Bhaskar
પાણશીણા સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગી.
  • 7 વર્ષ પહેલા પ્રતિષ્ઠા કરેલી ભગવાનની મૂર્તિ આગની લપેટમાં આવી, 100 વર્ષ જૂની તસવીરો હેમખેમ રહી

100 વર્ષ કરતા પણ વધુ વર્ષો જૂનો ઈતિહાસ ધરાવતા લીંબડી તાલુકાના પાણશીણા ગામે મૂળી તાબામાં આવતા સ્વામિનારાયણ મંદિરનું વર્ષ-2016માં નવનિર્માણ કરવામાં આવ્યું હતું. 4થી 8 માર્ચ-16માં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજવામાં આવ્યો હતો.

અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજીની જન્મભૂમિ પાણશીણા ગામે સાધુ-સંતો, ભક્તોની હાજરીમાં ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને નરનારાયણ દેવની તસવીર(મૂર્તિ)ની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે સંધ્યા આરતી પૂર્ણ કર્યાં પછી હરિ ભક્તો ઘરે ગયા હતા. રવિવારે સવારે 3:30 કલાકે આગની જ્વાળાઓ દેખાતાં આજુબાજુમાં રહેતા લોકો જાગી ગયા હતા.

આગને કાબૂમાં લેવા લોકોએ ડોલ સહિત વાસણોમાં પાણી ભરી મારો ચલાવ્યો હતો. સવારે ચારેક વાગ્યે ફાયર વિભાગમાં ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ ફાયરની ટીમે ફોન રિસિવ કર્યો નહોતો. 7 વર્ષ પહેલા પ્રતિષ્ઠા કરેલી ભગવાનની મૂર્તિઓ, સિંહાસન સહિતની ધાર્મિક વસ્તુઓ આગની લપેટમાં આવી ગઈ હતી. ભગવાનની મૂર્તિ પાસે રાખેલા ફાઈબરના પંખામાં શોક સર્કિટ થતાં મંદિરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સો એક વર્ષ સુધી જે મૂર્તિઓની પૂજા કરવામાં આવી હતી તે મૂર્તિ સિંહાસન બાજુમાં આવી આવી હતી. સિંહાસન આગની ઝપેટમાં આવી ગયું હતું પરંતુ બાજુમાં રાખેલી ભગવાનની જૂની મૂર્તિઓ (તસવીરો)નો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...