વિવાદ:યુવતીની છેડતી મુદ્દે 2 પરિવાર વચ્ચે મારામારી: 12ને ઈજા

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી તાલુકાના રળોલ ગામે

લીંબડી તાલુકાના રળોલ ગામે યુવતીનું નામ લઈ ફોન કરી પજવણી કરતો હોવાની આશંકાને કારણે 2 પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. મારામારીમાં 12 લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા. લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતો ભૂપત રમણભાઈ ભુવાત્રા જાગાભાઈ બચુભાઈ મકવાણાની પુત્રીનું નામ લઈ ફોન કરતો હોય તેનું મનદુઃખ રાખીને બન્ને પરિવારો વચ્ચે મારામારી થઈ હતી.

મારામારીમાં બન્ને પરિવારોના ચીકા બચુભાઈ મકવાણા, વિક્રમ ચીકાભાઈ મકવાણા, બાબુ બચુભાઈ મકવાણા, મહીપત ચીકાભાઈ મકવાણા, લક્ષ્મણ ચીકાભાઈ મકવાણા, ઝાલા બચુભાઈ મકવાણા, રામ બાબુભાઈ મકવાણા, અલ્પેશ રયમલભાઈ, સોનલ બાબુભાઈ મકવાણા, અમરત બચુભાઈ મકવાણા, ભુપત રમણભાઈ ભુવાત્રા અને મેહુલ રમણભાઈ ભુવાત્રાને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...