હાલાકી:લીંબડીની અવધપુરી સોસાયટીમાં તૂટેલા નાળાને કારણે અકસ્માતનો ભય

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીની અવધપુરી સોસાયટીમાં તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો ભય. - Divya Bhaskar
લીંબડીની અવધપુરી સોસાયટીમાં તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો ભય.
  • સુધરાઈ તંત્ર અકસ્માતની રાહ જોતું હોવાનો રહીશોનો આક્ષેપ

લીંબડી શહેરની અવધપુરી સોસાયટીમાં તૂટેલાં નાળાને કારણે અકસ્માતનો થવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે. તૂટેલાં નાળા ઉપરથી પસાર થતાં હરિઓમ નગર, વૃંદાવન, અવધપુરી સહિત સોસાયટીના રહીશો નાળું રિપેર કરવા નગર પાલિકાને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ સુધરાઈ તંત્ર 6 માસથી કોઈ પગલા નહીં ભરતાં રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લીંબડીની અવધપુરી સોસાયટીમાં 6 મહિનાથી ગટર ઉપર બનાવેલું નાળું તૂટી ગયું છે. તૂટેલાં નાળા પરથી હરિઓમ નગર, વૃંદાવન 1-2, અવધપુરી 1-2 સહિતની સોસાયટીના રહીશો અને વાહનચાલકો જીવના જોખમે ચાલવા મજબૂર બન્યા છે.

તૂટેલાં નાળામાં અનેકવાર નાના-મોટા અકસ્માતના બનાવ પણ બની ચૂક્યા છે. નાના ભૂલકાઓ, પશુધનો તૂટેલાં નાળામાં પડીને ઘાયલ થઈ ચૂક્યા છે. હરિૐ નગર, વૃંદાવન સહિત સોસા.માં રહેતા મુકેશભાઈ કઠવાડીયા, જયેશભાઈ દવે, નીતાબેન સોલંકી, શ્યામભાઈ ખત્રી, નિરવભાઈ શેઠ, પૃથેસભાઈ, જયેશભાઈ સહિતના રહીશો ન.પાલિકાને તૂટેલું નાળું રિપેર કે નવું બનાવી આપવા રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ પાલિકા 6 મહિનાથી નાળાનું કામ કરવાને બદલે ખો આપી રહ્યું હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...