આવેદનપત્ર:લીંબડીમાં સીમ જમીનના ધોવાણથી ખેડૂતો પાયમાલ, પાણી નિકાલ અને વળતરની માંગ કરાઇ

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

તાલુકામાં 15 દિવસથી વરસી રહેલા વરસાદથી નેશનલ હાઈવે તરફ આવેલ સીમ જમીનમાં પાણી ફરી વળતા વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. પાણી નિકાલ અને વળતરની માંગ સાથે ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું હતું.

પંથકના ખેડૂતોએ મામલતદાર આર.એલ.કનેરીયાને આવેદનપત્ર આપી લીંબડી જમીનમાંથી પાણી નિકાલ કરવા માંગ કરી છે. લીંબડી શહેરના વરસાદી પાણીનો હાઈવે તરફ નિકાલ થતો હોવાથી ત્યાંના ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, તલ, મગફળી, જુવાર, એરંડા સહિતના પાકને નુકશાન પહોંચે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. સાથે સાથે વધુ વરસાદને કારણે સીમ જમીનનું ધોવાણ થતા ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવું પડે છે.

લીંબડીના ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘા બિયારણો નાંખી વાવેતર કર્યાં બાદ વરસાદી આફતથી પાણી ફરી વળ્યું છે. 500 વીઘા જેટલી જમીનમાં પાક નાશ થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તથા વરસાદી પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...