તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કરંટથી લીંબડી સિવિલના ડાયાલિસીસ વિભાગમાં વીજળી ગુલ

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી સરકારી હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટરમાં શોક સર્કીટના કારણે વીજળી ગુલ થતા કિડનીના દર્દની સારવાર લેવા આવેલા દર્દીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. 2 કલાક બાદ વીજ પુરવઠો કાર્યરત થતા દર્દીઓના જીવમાં જીવ આવ્યો હતો. લીંબડી સહિત અન્ય તાલુકાથી સારવાર લેવા આવતા દર્દીઓએ ડાયાલીસીસ સેન્ટરમાં અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. દૂરથી આવતા દર્દીઓને વીજ પુરવઠો બંધ હોવાને કારણે ધક્કા ખાવા પડતા હોવાનું જણાવ્યું હતું.

ડાયાલીસીસના દર્દીઓને મુશ્કેલી અંગે સિવિલના સત્તાધીશો ધ્યાન નહીં આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ અંગે લીંબડી હોસ્પિટલના સિવિલ સર્જન મનીષાબેને જણાવ્યું હતું કે બહારની વીજ લાઈનમાં સ્પાર્ક થતા વીજળી બંધ થઈ હતી. હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા છે જ પણ શોટ સર્કીટના કારણે ડાયાલીસીસ વિભાગની અંદર વીજ વાયરોને કોઈ નુકસાન થયું હોવાનું લાગતા જનરેટર શરૂ કરવામાં આવ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો