તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાતને માથે ઘાત:લીંબડી આસપાસ નર્મદા કેનાલમાં ગાબડું પડતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને થયો હોવાનો તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલના નબળા કામોના લીધે આ કેનાલોમાં અવારનવાર ગાબડાંઓ પડી રહ્યાં થાય છે. આ ગાબડાંઓના લીધે કેનાલનું ચિક્કાર પાણી ખેડૂતોના ઊભા મોલમાં ફરી વળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો ઝૂંટવાઇ શકે છે. જેને પગલે જગતના તાતમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

જિલ્લાના લિંબડીમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરો નર્મદાના પાણીથી જળબંબાકાર થઇ ગયા હતા. આ ગાબડાંના લીધે હજારો લિટર નર્મદાના પાણીનો વેડફાટ થયો છે. ચણાના તૈયાર થઇ ગયેલા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને માથે હાથ દઈને વિલાપ કરવાનો વારો આવ્યો હતો.

માત્ર એટલું જ નહીં, આસપાસના જીરૂ અને ઘઉંના પાકમાં પણ પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઈ છે. નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા આ તૂટેલી કેનાલનું રિપેરિંગ કામ તાકીદે હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ખેડૂતોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો