હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દો:લીંબડીથી 1 શખસને ઉઠાવ્યો હોવાની ચર્ચા

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યા માટે રાજયના 1.51 ઉમેદવારોએ 12 ડિસેમ્બરે પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસ બાદ આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

તેમને જે ફાર્મ હાઉસથી પેપર લીક થયું તેનું નામ, પેપર લીક કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલી 4 કારના નંબર સહિતની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સામે તપાસ સમિતિ રચવા માગ કરી હતી. જો અસિત વોરા સામે તપાસ સમિતિ નહીં રચાય તો વિદ્યાર્થી અને વાલીઓ સાથે ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. તેની સામે અસિત વોરાએ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે પુરાવા મળે તો કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.

આ મામલે ટેલિફોનિક વાતચીતના આધારે સાબરકાંઠા અને ગાંધીનગરથી અમુક લોકોની અટકાયત થયાની વાતો સામે આવી રહી છે. લીંબડીના પણ 1 શખસને કથિત પેપર લીક મામલે ઉઠાવ્યો હોવાની ચર્ચાએ સુરેન્દ્રનગર જિલ્લામાં જોર પકડ્યું છે. લીંબડી પીએસઆઈ વી.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે અમને પણ મીડિયાના માધ્યમથી લીંબડીના ઈસમને ઉઠાવી ગયા હોવાની વાત જાણવા મળી છે. આ અંગે તપાસ તેજ કરી દેવામાં આવી છે. અમે ગુપ્ત રાહે તપાસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...