તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મહિન્દ્રા કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખવા મુદ્દે 2 પક્ષ વચ્ચે ધિંગાણું: 10ને ઈજા

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિન્દ્રા કંપનીમાં કોન્ટ્રાક્ટ બાબતે થયેલ ઝઘડામાં ઘવાયેલાને સારવાર અર્થે બાવળા લઇ જવાયા હતા.  - Divya Bhaskar
મહિન્દ્રા કંપનીમાં કોન્ટ્રાક્ટ બાબતે થયેલ ઝઘડામાં ઘવાયેલાને સારવાર અર્થે બાવળા લઇ જવાયા હતા. 
  • લીંબડી તાલુકાના જનસાળી ગામના પાટિયા પાસેની ઘટના
  • બન્ને પક્ષના 22 શખસ સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

લીંબડી તાલુકાના જનસાળીના બોર્ડ પાસે નિર્માણ પામતી મહિન્દ્રા કંપનીમાં કોન્ટ્રાકટ રાખવા બાબતે 2 પક્ષ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બન્ને પક્ષોના 22 શખસ સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

લીંબડીના જનસાળી ગામના પાટીયા પાસે મહિન્દ્રા કંપનીમાં કોન્ટ્રાકટ રાખવા બાબતના ડખામાં પાણશીણા, જનશાળી ગામના 22 લોકો ઘનશ્યામપર-કરશનગઢ પાસે આવેલી ખોડિયાર હોટેલમાં ભેગા થયા હતા. કોન્ટ્રાક્ટ રાખવા બન્ને પક્ષોના લોકો હથિયારો લઈ સામ-સામા આવી જતા 10 લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે બાવળાની લોન્ગ લાઈફ અને રાધે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા લોકોને અમદાવાદ ખસેડાયા હતા. આ અંગેની જાણ થતાં પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અજીત ગોહીલ, લાલજી ભરવાડે પાણશીણા સામ-સામે ફરિયાદ નોંધાવી છે.

આ 22 શખસ સામે ફરિયાદ નોંધાઈ
ટપુ છેલા ભરવાડ, લખમણ સવજી ઝાપડિયા, અરજણ રામસંગ મકવાણા, લાલજી મેલા ભરવાડ, જીણા છેલા ભરવાડ, હરેશ ગણેશ ઝાપડિયા, પરેશ ટપુ ભરવાડ, દશરથ જીવણ ભરવાડ, અરવિંદ જીણા ભરવાડ, કેતન જીણા ભરવાડ, વિજય ખેતા ભરવાડ, સુરેશ ખેતા ભરવાડ, પ્રણવ સગ્રામ ભરવાડ, તેજપાલ ડોડિયા, રાજપાલ ડોડિયા, સવજી ચતુર,અજીત ગગજી, દિનેશ સવજી, મહેશ સવજી, 3 અજાણ્યા શખસ.

અન્ય સમાચારો પણ છે...