હાલાકી:લીંબડી ST ડેપોમાં 5 દિવસથી પાણી બંધ હોવાથી હાલાકી

લીંબડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાબદાર અધિકારીઓ પગલાં લે તેવી માગ

લીંબડી એસટી બસ સ્ટેન્ડમાં છેલ્લાં 5 દિવસથી વપરાશનું પાણી બંધ હોવાથી મુસાફરોથી લઈને એસટી ડેપોના કર્મીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા પગલા ભરી પાણીની સમસ્યા દૂર કરાય તેવી માગ ઊઠી છે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા લીંબડી એસટી ડેપોમાં સરકારે રૂ.3.75 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારથી લીંબડી એસટી ડેપોના નિર્માણનું કાર્ય શરૂ ત્યારથી અત્યાર સુધી કોઈને કોઈ સમસ્યા કે વિવાદો ઊભો થયા કરે છે.

1 ઓક્ટોબરે લીંબડી એસટી ડેપોના કૂવામાં રાખેલી ઈલેક્ટ્રિક મોટરમાં ખામી સર્જાતા શૌચાલય સહિત વપરાશની જગ્યાઓમાં આવતું પાણી બંધ થઈ ગયું છે. 5 દિવસ સુધી વપરાશના પાણીની સમસ્યા હલ નહીં કરનાર લીંબડી એસટી ડેપોના જવાબદાર અધિકારીના અણઆવડત ભર્યાં વહીવટ સામે મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ અંગે લીંબડી એસટી ડેપોના મેનેજર ડી.એમ.પરમારે જણાવ્યું હતું કે હું થોડા દિવસ રજા પર હતો. પાણીની સમસ્યા અંગે મને જાણ થઈ એટલે મેં તરત જ ઈલેક્ટ્રિકનું કામ કરતા સ્થાનિક વ્યક્તિને બોલાવ્યો હતો. પરંતુ તે વ્યક્તિની રિપેર કામ થઈ શક્યું નહીં. ગુરુવારે ડિવિઝનથી ઈલેક્ટ્રીકનું કામના જાણકાર આવી જશે. ગુરુવારે પ્રશ્નનો હલ આવી જશે તેવી મને આશા છે.

અન્ય સમાચારો પણ છે...