તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લીંબડી પોલીસ મથક-સેવા સદન સુધી વીજપોલ ઊભા કરવા માગ

લીંબડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ABMN સમિતિની પાલિકા-PGVCLમાં રજૂઆત

લીંબડી શહેરથી પોલીસ મથક અને તાલુકા સેવા સદન સુધીનો બિસ્માર રોડ અને રસ્તાની બન્ને બાજુ વીજ પોલ ઉભા કરી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના સભ્યોએ પાલિકા અને લીંબડી શહેર પીજીવીસીએલની કચેરીમાં લેખિત રજૂઆત કરી છે.

માનવાધિકાર નિગરાની સમિતિના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, નંદકિશોર ચૌહાણ, ડી.યુ.પરમાર સહિત સભ્યોએ લીંબડી પોલીસ મથક અને તાલુકા સેવા સદન સુધી રોડ અને શહેરી વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા પાલિકામાં રજૂઆત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે કૃષ્ણનગરથી પોલીસ મથક અને તાલુકા સેવા સદન સુધીનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જેથી પોલીસ મથક અને સેવા સદને આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. સાથે જ શહેરના અવાવરું સ્થાનોમાં અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ અપાય છે તેવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી હતી.

માનવાધિકાર નિગરાની સમિતિના સભ્યોએ લીંબડી શહેર પીજીવીસીએલ કચેરીએ લેખિત રજૂઆત કરી કૃષ્ણનગરથી લીંબડી પોલીસ મથક સુધીના રસ્તાની બંને બાજુએ વીજ પોલ ઊભા કરી વીજળી ઉપલબ્ધ કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...