તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:જેતલસરની સૃષ્ટિના હત્યારાને ફાંસીની સજા ફટકારવાની માંગ

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીંબડીમાં પાટીદાર સમાજે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

લીંબડી પાટીદાર સમાજના લોકોએ જેતપુર(જેતલસર)ની પટેલ સમાજની દિકરી સૃષ્ટિ કે.રૈયાણીને સરદાર પટેલ ભવન ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સૃષ્ટિના હત્યાના વિરોધમાં પાટીદાર સમાજના લોકોએ રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી હતી.

લીંબડી સરદાર પટેલ ભવનના પ્રમુખ લાલભાઈ પટેલ, ઉપપ્રમુખ ગણપતભાઈ કાવેઠીયા, રઘુભાઈ પટેલ, ચતુરભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના લોકો તાલુકા સેવા સદન ખાતે ધસી આવ્યા હતા. પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જેતલસર ગામે જાહેરમાં પટેલ સમાજની દિકરી સૃષ્ટિ રૈયાણીને છરીના ઘા ઝીંકી હત્યા કરનારા આરોપીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી. જેતલસરની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો