તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:લવજેહાદ અને ધર્માંતરણના વિરુદ્ધમાં કાયદો બનાવવા માગ

લીંબડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી લવજેહાદ્દ અને ધર્માંતરણના વિરૂદ્ધમાં એએચપી અને બજરંગદળના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતુ. - Divya Bhaskar
લીંબડી લવજેહાદ્દ અને ધર્માંતરણના વિરૂદ્ધમાં એએચપી અને બજરંગદળના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતુ.
  • એએચપી, રાષ્ટ્રીય બજરંગદળે ડે.કલેક્ટરને આવેદન આપ્યું

લીંબડી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ લવજેહાદ્દ અને ધર્માંતરણના વિરૂધ્ધમાં સાંસદમાં કડક કાયદો બનાવવાની માંગ સાથે ડે.કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતું.

લીંબડી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના યોગેન્દ્રસિંહ રાઠોડ, મનહરભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીને લવ જેહાદ અને ધર્માંતરણ વિરૂદ્ધ સાંસદમાં કડક કાયદો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવી લવજેહાદ્દ નામે ખોટી પ્રેમ જાળમાં ફસાવી ધર્માંતરણ કરાયું રહ્યું છે. યુવતી આ અંગે જો વિરોધ કરે તો મોતને ઘાટ ઉતારી કે તેનો સોદો કરી દેવામાં આવે છે. આ અંગે કડક કાયદો બનાવવામાં નહીં આવે અને વિધર્મી અસામાજિક તત્વોને રોકવામાં ન આવ્યા તો સ્થિતિ આગળ જતાં વધુ ખરાબ થઈ જશે. એએચપી અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ આવેદનમાં એક સવાલ પણ ઉઠાવ્યો હતો કે યુવતીઓએ સમજવું જોઈએ કે લવ જેહાદ્દના કિસ્સામાં ધર્માંતરણ છોકરીનું જ કેમ વિધર્મી છોકરો પોતાનો ધર્મ કેમ નથી બદલતો?

અન્ય સમાચારો પણ છે...