માંગણી:79% ખાલી પડેલા વડોદ ડેમમાં પાણી ભરવાની માગ, ઉઘલ, વસ્તડી, બલદાણા સહિત 7 ગામના ખેડૂતોની CMને રજૂઆત

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના વડોદ ગામે આવેલા ડેમમાં માત્ર 21 ટકા જેટલું પાણી બચ્યું છે. જેના કારણે ડેમની નીચાણવાળા 7 જેટલા ગામોમાં રવિ પાક લેવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. સાતેય ગામોના લોકો દ્વારા વડોદ ડેમમાં પાણી ભરવાની માંગ કરાઈ છે. ઉઘલ, વસ્તડી, રાસ્કા, બલદાણા સહિતના ખેડૂતોએ વડોદ ડેમ ભરવા માટે કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ઉનાળામાં વડોદ ડેમના દરવાજા મરામત કરવા માટે ડેમનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું.

ચોટીલા, સાયલા સહિત ઉપરવાસમાં ઓછો વરસાદ વરસવાને કારણે વડોદ ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી. વડોદ ડેમમાં ફક્ત 21 ટકા જેટલું પાણી બચ્યું છે. ઉઘલ ગામના દિલીપસિંહ રાણા, તા.પં.સદસ્ય કિરીટસિંહ ઝાલા, બોડીયા ગામના સરપંચ અરવિંદભાઈ પટેલ, નવલસિંહ ખેર, અંબારામભાઈ પટેલ, અભેસંગભાઈ સહિત ખેડૂતોએ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને 79 ટકા ખાલી પડેલા વડોદ ડેમમાં નર્મદાનું પાણી ભરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...