તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:વેકેશનના 2 દિવસ પહેલા ચુડા શાળા નં-2ના ધાબા પરથી પટકાતા શિક્ષિકાનું મોત

લીંબડી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આત્મહત્યા, હત્યા કે અકસ્માત? મૃત્યુનું રહસ્ય ઘૂંટાયું

ચુડા પ્રાથમિક શાળા નંબર-2માં ફરજ અદા કરતા શિક્ષિકાનું વેકેશનના 2 દિવસ પહેલા સ્કૂલના ટેરેસ ઉપરથી પડી જતાં મોત નીપજ્યું હતું. મોતનું કારણ આત્મહત્યા, હત્યા કે અકસ્માત હતું તે અકબંધ રહ્યું છે. મૃતકના ભાઈએ ચુડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવી હતી.લીંબડીના ખારોવાસ વિસ્તારમાં રહેતા ચારૂમતિબેન હરીભાઈ પરમાર અને તેમના પતિ મુકેશભાઈ રાઠોડ છેલ્લા 15 વર્ષથી ચુડા પે.સેન્ટર શાળા નં-2માં ફરજ બજાવતા હતા. વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરી ચારૂમતિબેન શાળાના ધાબા ઉપર ગયા હશે.

શાળાના ટેરેસના ત્રીજા માળથી ચારૂમતિબેન નીચે પટકાયા હતા. ધડાકાભેર અવાજ સાંભળી શિક્ષકો દોડી ગયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. શિક્ષકગણોએ દુર્ઘટના અંગે જાણ કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ રાજેશકુમાર હરીભાઈ પરમારે ચુડા પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ દાખલ કરવી હતી. જો કે સાસરીયા કે પીયરપક્ષ દ્વારા શિક્ષિકાના મૃત્યુ અંગે ફરિયાદ નહીં નોંધાવતાં ચારૂમતિબેનનું મોત ક્યાં કારણોસર થયું તે પણ એક રહસ્ય બની તેમના મૃતદેહ સાથે દફન થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો