તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પાણશીણા પંથકમાં કપાસ ચોરતી ટોળકી સક્રિય થઈ, સીમમાં ચોરી થયાની ચર્ચા વહેતી થઇ

લીંબડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

લીંબડી તાલુકાના પાણશીણા, રળોલ, હડાળા સહિતના ગામોમાં ચોર ટોળકી સક્રીય થઈ હોવાની રાવ ઉઠી રહી છે. દુકાનો, ઘરોમાં તસ્કરીના બનાવો બન્યા હોવાની સામે આવી રહ્યું છે. તો બીજી તરફ સીમના ખેતરમાં રાખેલા કપાસની ગાંસડીની ઉઠાંતરી થઈ હોવાની રાવ કરવામાં આવી રહી છે. લીંબડી તાલુકાના રળોલ, પાણશીણા, હડાળા સહિત ભાલકાંઠાના ગામોમાં શિયાળી ઠંડી શરૂ થવાની સાથે ચોર ટોળકી સક્રીય થઈ હોવાની ફરિયાદ પાણશીણાના ઉપસરપંચ મેઘજીભાઈ રવોદરાએ કરી છે.

જેમણે ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ગ્રામજનોને સંબોધીની જણાવ્યું હતું કે, ગામના નાના મોટા વેપારી પોતાની દુકાનોમાં કે બહારગામ ગયેલા લોકો પોતાના ઘરોમાં કિંમત માલ સામાન રાખવો નહીં. પાણશીણા ગામના ખેડૂતોએ પણ ખેતરોમાં કપાસની ગાંસડી રાખવી નહીં. છતાં કોઈ ખેડૂતને કપાસ ભરવાની સગવડ ન હોય તો તેને ખેતરે રખોપું કરવું જોઈએ. પાણશીણાના ગ્રામજનોને તકેદારીના ભાગરુપે ચોર ટોળકીથી સાવચેત રહેવા સુચિત કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો