તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:16 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, 17 ઓગસ્ટથી 16 નવેમ્બર સુધી વિશ્વમાં મહાયુદ્ધની શક્યતા: જ્યોતિષ

લીંબડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મીણાપુરના જ્યોતિષે કોરોના અને મહાયુદ્ધની કુંડળી બનાવી. - Divya Bhaskar
મીણાપુરના જ્યોતિષે કોરોના અને મહાયુદ્ધની કુંડળી બનાવી.
  • ચુડા તાલુકાના મીણાપુરના જ્યોતિષની ભવિષ્યવાણી, 22-23 જુલાઈએ ધરતીકંપની શક્યતા

ચુડા તાલુકાના મીણાપુરના જ્યોતિષ દ્રુપદસિંહ ઝાલાએ વર્ષ-2021માં કોરોના, ધરતીકંપ, વાવાઝોડા,અકસ્માત અને મહાયુદ્ધ અંગે આગાહી કરી છે. દ્રુપદસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કર્ક રાશિ નીચેનો મંગળ અને મકર રાશિનો શનિ સામસામે પ્રતિયુતિ થવાથી કાર અકસ્માતોનું પ્રમાણ વધશે. વિશ્વનું વાતાવરણ તંગ બની જશે. તા.14 જુનથી 16 જુલાઈ સુધી સૂર્ય મિથુન રાશિમાં રહે છે. જ્યાં સુર્ય-શુક્રની યુતિ થાય છે. તેની પર કુંભ રાશિના ગુરુની પાંચમી દ્રષ્ટિ થાય છે. તેથી સૂર્ય-શુક્ર શુભ થાય છે. જેના કારણે કોરોનાની ગતિ ધીમી પડી જશે. પરંતુ તા.14-15 જૂનમાં વાવાઝોડાની શક્યતા છે.

તા.16 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી સૂર્ય કર્ક રાશિમાં રહે છે. તેની ઉપર મકર રાશિના શનિની સાતમી દ્રષ્ટિ પરસ્પર થાય છે. જેથી સૂર્ય અશુભ બને છે. જેના કારણે એક માસ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. તા.22-23જુલાઈ વચ્ચે વિશ્વમાં કે ગુજરાતમાં ધરતીકંપ આવવાની શક્યતા છે. તા.16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સૂર્ય સિંહ રાશિમાં રહે છે. જેની ઉપર કુંભના ગુરુની સાતમી દ્રષ્ટિ છે. તા.16 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સૂર્ય કન્યા રાશિમાં રહે છે.

જેથી બે મહિના સૂર્ય શુભ થાય છે. વાતાવરણમાં પોઝિટિવ અસર થવાથી કોરોનાના કેસો મંદ પડશે. 14 સપ્ટેમ્બરથી 20 નવેમ્બર સુધી ગુરુ મકર રાશિમાં આવતા શનિ-ગુરુની યુતિ થતા સમય અશુભ હશે. આ સમય દરમિયાન મહાયુદ્ધ થવાની શક્યતા છે. કેમિકલ, મોટા શસ્ત્રોનો ઉપયોગ થવાથી જે દેશે વિશ્વમાં કોવિડ-19 ફેલાવ્યો છે તેનો વિનાશ થશે. 2022માં ગુરુ મીન રાશિમાં કોરોના સમાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...