તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જાખણ-ચોકીના લોકો વચ્ચે થયેલા ધિંગાણામાં 15 સામે ફરિયાદ

લીંબડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામસામી હથિયારો સાથે લૂંટનો ગુનો દાખલ કરાયો, સુ.નગર હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસમાં ફરજ બજાવતા યુવતીનો ઉલ્લેખ

લીંબડી તાલુકાના જાખણ અને ચોકી ગામના 2 જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઈ હતી. ધિંગાણામાં બન્ને જ્ઞાતિના 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. લીંબડી પોલીસ મથકે બન્ને જ્ઞાતિના 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સામસામી ફરિયાદોમાં પિસ્તોલ, તમંચા સહિતના હથિયારો સાથે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જાખણ ગામના મહાવીરસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચોકી ગામના હાર્દિક ભડીયાદરા અને રમેશ રાતોજા બન્ને ભેગા મળી તેમને ફોન પર અપશબ્દો કહેતા હતા.

જે વાતે તેમને બન્નેને સમજાવવા માટે મહાવીરસિંહ, બિરેન્દ્રસિંહ અને મયુરસિંહ 2-બાઈક લઈ તેમના ઘરે ગયા હતા. નાગર ભડીયાદરા, તેમના માતા, તેમની પત્ની, ભુપત ભડીયાદરા, વિનોદ ભડીયાદરા, ધીરૂ ભડીયાદરા, અર્જુન ભડીયાદરા, મહિલા પોલીસમાં ફરજ બજાવતા ગંગાબેન અને નાગરના પરિવારની અન્ય 2 મહિલાઓ તમંચા જેવું હથિયાર, ભાલા, પાઈપ, લાકડી સહિત હથિયારો લઈ સમજાવટ કરવા આવેલ ત્રણેય વ્યક્તિ પર મસાલો ઉડાવી હુમલો કર્યો હતો. બિરેન્દ્રસિંહ પાસેથી રૂ.3400 અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મોટરસાયકલોને નુકશાન પહોંચાડ્યું હતું.

મહાવીરસિંહે ચોકીના 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ચોકી ગામના નાગરભાઈ ભડીયાદરાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે જાખણ ગામના મહાવીરસિંહ ઝાલા, રવિરાજસિંહ, ભુપી અને 2 અજાણ્યા માણસો તેમના ઘરે ધસી આવ્યા હતા. પિસ્તોલ કાઢી તારો છોકરો ક્યાં છે? એમ કહી લાકડીઓ વડે અમારી ઉપર તૂટી પડ્યા હતા.

અમને મૂંઢ માર મારી ઘાયલ કરી નાખ્યાં હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. 108 બોલાવી અમે સારવાર લેવા જઈ રહ્યા હતા ત્યારે મહાવીરસિંહ અને અન્ય બે શખ્સો તલવારો લઈને આવી પહોંચ્યા હતા. 108ને ઊભી રખાવી ધમકી આપી હતી. નાગરભાઈએ જાખણના 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...