તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક દરબાર:CCTV કૅમેરા, ચોરી અટકાવવા, સુરક્ષા સહિતની શહેરીજનોની માંગ

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લિંબડી પોલિસનો લોકદરબાર યોજાયો. - Divya Bhaskar
લિંબડી પોલિસનો લોકદરબાર યોજાયો.
 • લીંબડી પોલીસે માનીતાને બોલાવી ‘લોક દરબાર’ યોજયો
 • જિલ્લા પોલીસ વડાએ લોકોની રજૂઆતો પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો તેમજ પોલીસને મદદરૂપ થવા અપીલ કરી હતી

લીંબડી પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો. જોકે શહેરના મોટા ભાગના લોકો, વેપારીઓ તથા અનેક અરજદારોને આ અંગેની જાણકારી મળી નહોતી. લીંબડી પોલીસે માનીતાને બોલાવી “લોક દરબાર’ યોજી નાખ્યો હોવાની શહેરમાં વાત વહેતી થઈ છે.

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ જાણવા જિલ્લા પોલીસ વડાએ લીંબડી પોલીસ મથકે લોક દરબાર યોજ્યો હતો. લીંબડી વેપારી ઍસોસિયેશનના પ્રમુખ જાફરભાઈ કોઠિયા, શંકરભાઈ દલવાડી, રઘુભાઈ ભરવાડ, કિશોરસિંહ રાણા, લલિતભાઈ સોલંકી, દલસુખભાઈ ચૌહાણ, જાદવજીભાઈ મકવાણા સહિતનાએ પોલીસવડા સમક્ષ શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, ચોરી અટકાવવા શહેરમાં સીસીટીવી કૅમેરા લગાવવા, લોકોની સુરક્ષા જળવાઈ સહિતની રજૂઆત કરી હતી.

એસપી મહેન્દ્ર બગડિયાએ લોકોની રજૂઆતો પૂર્ણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. લોકોને નિર્ભય અને નીડર બની પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસ વડાએ શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો