તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:બોટાદ નર્મદાની LD-6 કેનાલનું અધૂરું કામ પૂરું કરવા કારોલના ગ્રામજનોની માગ

લીંબડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાલિયાદ-કારોલ વચ્ચેની માઈનોર કેનાલનું કામ શરૂ કરવાની માગ કરી હતી. - Divya Bhaskar
લાલિયાદ-કારોલ વચ્ચેની માઈનોર કેનાલનું કામ શરૂ કરવાની માગ કરી હતી.
  • 2017થી અનેક વાર રજૂઆત છતાં કામ શરૂ નહીં કરતાં 3 ગામના ખેડૂતોમાં રોષ
  • નર્મદા નિગમ, લાલીયાદના ખેડૂતોની જમીનના નાણાં ચૂકવણીના વિવાદને કારણે કામ બંધ

ચુડા તાલુકાના લાલિયાદથી પસાર થતી બોટાદ બ્રાન્ચની એલડી-6 નર્મદા માઈનોર કેનાલ લાલિયાદ સહિત કારોલ અને ભગૃપુર ગામના ખેડૂતોની જીવાદોરી સમાન છે. લાલિયાદ ગામના ખેડૂતોની જમીનના નાણાં ચૂકવણી બાબતના વિવાદને લઈને ચારેક વર્ષોથી કામ બંધ છે. કારોલના સરપંચ મહાવીરસિંહ ઝાલાની રજૂઆતને ધ્યાને લઈ જે ખેડૂતોને વાંધો હતો તેમની જમીન છોડી કેનાલનું કામ શરૂ કર્યું હતું. થોડો સમય કેનાલનું કામ શરૂ રહ્યું. પરંતુ કેનાલનું કામ કરનાર કોન્ટ્રેક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો બુમરાણા ઉઠવા લાગ્યા હતા.

લાલિયાદ-કારોલ ગામો વચ્ચેની કેનાલનું કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવતા સિમેન્ટ કામમાં ઠેર-ઠેર ગાબડાં પડતા ત્રણેય ગામો ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો. કારોલના સરપંચે કેનાલના કામમાં કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યાની ફરિયાદ કરતા કોન્ટ્ર્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું.

કેનાલનું કામ શરૂ નહીં કરાય તો આંદોલન
સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા કરોડ રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મિલિભગતથી કોન્ટ્રાક્ટરે જેમ ફાવે તેમ કામ કર્યું. પોલ ખૂલી એટલે કામ અધૂરું છોડી ભાગી ગયા. કેનાલનું કામ શરૂ નહીં કરાય તો આંદોલનની ફરજ પડશે. > મહાવીરસિંહ ઝાલા, સરપંચ, કારોલ

અન્ય સમાચારો પણ છે...