તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજળીથી વંચિત:વસ્તડી-SS લાઈનના વીજ બ્રેકરમાં બ્લાસ્ટ થતાં 26 ગામમાં અંધારપટ

લીંબડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 90 હજાર લોકો 19 કલાકથી વધુ સમય વીજળીથી વંચિત રહ્યા

વસ્તડી-SS લાઈનના વીજ બ્રેકરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાથી ચુડા, લીંબડી, અને વઢવાણ તાલુકાના વસ્તડી, ચાચકા, ટુવા, ચોકડી ફીડર નીચે આવતાં 26 ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજળી ગુલ થયાને 19 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જેટકો વીજ સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી.

220 KV લીંબડી-SSમાંથી વસ્તડી-SS જતી વીજ લાઈનના બ્રેકરમાં કોઈ કારણોસર સોમવારે રાત્રે 9 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાથી ટુવા, વસ્તડી, ચાચકા અને ચોકડી ફીડર નીચે આવતા લીંબડી તાલુકાના 12, ચુડાના 8, અને વઢવાણના 6 એમ કુલ 26 ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. લીંબડી, ચુડા અને વઢવાણના 26 ગામોમાં વીજળી ગુલ થયા 19 કલાકથી વધુ સમય વીતી ગયો છતાં જેટકોના અધિકારી અને કર્મીઓ વીજ સમસ્યાનો ઉકેલ લાવવા અસમર્થ સાબિત થઈ હતી.

વસ્તડી-SS લાઈનમાં અવારનવાર સર્જાતી વીજ સમસ્યાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોએ જેટકોની કામગીરીને વખોડી હતી.

અન્ય સમાચારો પણ છે...