તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતનો બનાવ:લીંબડી-લખતર રોડ પર બાઈક, છકડાે ટકરાતાં 1નું મોત, 2 ઘાયલ

લીંબડી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘાઘરેટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. - Divya Bhaskar
ઘાઘરેટીયા નજીક અકસ્માત સર્જાયો હતો.
 • વળાંકમાં છકડા ચાલકે ટક્કર મારતાં બનેલો બનાવ
 • ઇજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલમાં સારવાર અપાઇ

લીંબડી-લખતર રોડ પર ઘાઘરેટીયા ગામ નજીક બાઈક અને છકડોરીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઘાયલોને 108માં લીંબડી સિવિલ્ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ આ અંગે છકડા ચાલક સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

શિયાણી ગામના યુવરાજસિંહ ભરતસિંહ ચૌહાણ અને પ્રવિણસિંહ મંગલસિંહ મોરી લીંબડીથી શિયાણી પરત ફરી રહ્યા હતા. ત્યારે ઘાઘરેટીયા ગામ નજીક વળાંકમાં સામેથી આવતી છકડોરીક્ષાના ચાલક મહંમદ કાસમભાઈએ છકડો ગફલત ભરી રીતે હંકારી યુવરાજસિંહ ચૌહાણના બાઈક સાથે અથડાવ્યો હતો.

અકસ્માત સર્જાતા યુવરાજસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા પ્રવીણસિંહ મોરી અને છકડા ચાલક મહંમદને ઈજા પહોંચી હતી. 108 વાન દ્વારા ઘાયલોને સારવાર અને ખાનગી વાહનમાં મૃતકને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મૃતકના કૌટુંબીક કાકા દાદુભાઈ શિવાભાઈ ચૌહાણે છકડોરીક્ષા વિરુદ્ધ અકસ્માત સર્જવા બદલ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો