તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ભોયકાની દીકરીએ અમદાવાદના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

લીંબડી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 વર્ષ શારીરિક અને માનસિક યાતના સહન કર્યાં બાદ અંતે પતિ, સાસુ, સસરા, દીયર અને દેરાણી સામે ફરિયાદ નોંધાવી

લીંબડી તાલુકાના ભોયકા ગામની દિકરીએ અમદાવાદ રહેતા પતિ, સસરા, સાસુ, દીયર અને દેરાણી સામે દહેજની માંગણી, શારીરિક અને માનસિક યાતના અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સાસરીમાં પતિ-પત્ની સાથે સાસુ-સસરા, દીયર-દેરાણી સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. લગ્નના આઠમાં દિવસે કોઈ કારણ વગર પતિએ મને મારવાનું શરૂ કરી દીધું હતું. વારંવાર મારા પતિ મારી સાથે મારઝૂડ કરતા હતા. પતિને મારી દેરાણી સાથે આડા સંબંધ હતા. ત્યારબાદ સસરા, સાસુ અને દીયરે પણ માર માર્યો હતો. મારી સાથે સતત મારકુટ થતી જમવા પણ નહોતાં આપતા. કરીયાવર બાબતે મહેણાં ટોણાં મારી મને શારીરિક અને માનસિક યાતના આપતાં હતાં. મેં આ અંગે મારાં મમ્મી અને ભાઈને પણ કહ્યું હતું.

હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મારા સાસરીયાએ જો મારી કુખે દિકરી જન્મે તો તેનો ભણવાનો અને કરીયાવરનો ખર્ચ તારા ભાઈને આપવાનો રહેશે તેમ કહી મને પીયર ભોયકા મોકલી દીધી. મેં દિકરીને જન્મ આપ્યો પછી તેમનો ત્રાસ વધી ગયો. મને મારીને અમદાવાદમાં મકાન લઈ અપાવવા માટે દબાણ કરવા લાગ્યા હતા. ફિનાઈલ પીવડાવવાની પણ કોશિશ કરી હતી. 22 માર્ચે મારી સાથે મારઝૂડ કરી મારી નાંખવાની ધમકી આપી. તા.23 માર્ચે મારો ભાઈ તેમના એક મિત્ર સાથે આવી મને તેડી ગયો. મને લીંબડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તા.3 એપ્રિલે ભોયકાની દિકરીએ પતિ ગીરીરાજસિંહ જાડેજા, સસરા નરેન્દ્રસિંહ જાડેજા, સાસુ હંસાબા જાડેજા, દીયર શક્તિસિંહ જાડેજા અને દેરાણી અસ્મિતાબા જાડેજા વિરૂદ્ધ પાણશીણા પોલીસ મથકે દહેજની માંગ, શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો